આજે પણ લોકો રામાનંદ સાગરના સૌથી લોકપ્રિય સીરિયલ શો ‘રામાયણ’ અને તેના પાત્રોને યાદ કરે છે. જેમાં દીપિકા ચીખલીયા માતા સીતાના રોલમાં જોવા મળી હતી. આ પાત્રે હિન્દી દર્શકોના દિલમાં અભિનેત્રીની એક અલગ જ ઈમેજ બનાવી. દીપિકા ચીખલિયાને માતા સીતા તરીકે અપનાવનાર દર્શકો તેને અન્ય કોઈ અવતારમાં જોવાનું પસંદ કરતા નથી. અભિનેત્રીએ હવે સોશિયલ મીડિયા પર પણ એન્ટ્રી લીધી છે.
સમયની સાથે તાલ મિલાવવાની કોશિશ કરીને અભિનેત્રી ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. તાજેતરમાં દીપિકા ચીખલિયાએ સોશિયલ મીડિયા પર એક નવો ડાન્સ વિડીયો અપલોડ કર્યો છે, જેને જોઈને ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
દીપિકા ચીખલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો ડાન્સ વિડીયો અપલોડ કર્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી હિન્દી હિટ ગીત ‘ઓ મેરે શોના રે’ પર સુંદર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો પોસ્ટ કરતા દીપિકાએ લખ્યું, ‘જીવન એક ગીત છે, તેને ગાઓ, જીવો અને મુક્તપણે ડાન્સ કરો.’
દીપિકા ચિખલિયાના આ ડાન્સ વિડીયો પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયોના કમેન્ટ સેક્શનને જોતા સ્પષ્ટ થાય છે કે ફેન્સ અભિનેત્રીના નવા લૂકથી ખુશ નથી.
Leave a Reply
View Comments