રામ મંદિર નિર્માણને લઈને મોટું અપડેટ : જાણો ક્યારે કરવામાં આવશે રામલલાની મૂર્તિ સ્થાપના

surties

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં રામજન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિની ગર્ભગૃહમાં સ્કથાપના રશે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

મીડિયા રિપોર્ટ અને મળતી માહિતી મુજબ સિંહ ગેટથી રામ મંદિરમાં પ્રવેશવા માટે 32માંથી 28 સીડી બનાવવામાં આવી છે. મંદિરના ભોંયતળિયાના બાંધકામમાં, ગર્ભગૃહ પર 20 ફૂટ ઉંચી દિવાલ ઉભી કરવા સાથે પાંચ મંડપ બનાવવા માટે 166 સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે. રામ નવમી બાદ આ પથ્થરોને બીમ દ્વારા જોડવાનું કામ પણ શરૂ કરવામાં આવશે.

જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો દ્વારા રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામ ભક્તો રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરાવવા માટે ઉત્સાહ છે. રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ નિહાળવા આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાન સ્વરૂપે પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.

surties