બોલો જય શ્રી રામ : જાણો ક્યારે તૈયાર થશે રામ મંદિર, તારીખ આવી ગઈ સામે

surties

રામ મંદિર માટે કાનૂની લડાઈ 135 વર્ષથી વધુ સમયથી ચાલી રહી હતી. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે 15મી સદીથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી દીધો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપતાં મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો હતો.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓ તેને કાળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદીજી આવ્યા એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પૂરું કર્યું અને એ જ દિવસે મંદિરનું નિર્માણ શરૂ કર્યું. અયોધ્યામાં 1 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર તૈયાર થશે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ટ્રસ્ટ બનાવીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે કાનૂની લડાઈ 135 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે 15મી સદીથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી દીધો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપતાં મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો હતો.