બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટમાંથી એડવાન્સ રિલિઝ થયા બાદ રાજ કુન્દ્રા પહેલીવાર માસ્ક વગર જોવા મળ્યો હતો, જેનો એક વિડીયો હાલ સામે આવ્યો છે. આ વિડીયોમાં રાજ તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે જ્યારથી રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં પકડાયો છે ત્યારથી તેમણે કોઈ પણ જાહેર સ્થળે પોતાનો ચહેરો દર્શાવ્યો નથી. જોકે રાજ કુન્દ્રાએ આવું કરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ નથી કર્યું. રાજ કુન્દ્રા દરેક જગ્યાએ પોતાનો ચહેરો ઢાંકીને રાખતો હતો.
View this post on Instagram
રાજ કુન્દ્રા ની ઉપરાંત મોડલ શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને ઉમેશ કામતને પણ આ કેસમાં રાહત મળી છે. આ તમામ પર એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે. કોર્ટનું કહેવું છે કે આરોપીઓને જામીન આપ્યા હોવા છતાં તેમણે હંમેશા તપાસમાં સહકાર આપવો પડશે અને જરૂર પડે તો તપાસમાં પણ સામેલ થવું જોઈએ.
Leave a Reply
View Comments