ગુજરાતના શહેરમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસુ જોરદાર રીતે ધડબડાટી બોલાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આગામી 4 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 4 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
Leave a Reply
View Comments