ઓસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ “લાસ્ટ ફિલ્મ શો” ના બાળ કલાકારનું નિધન – કારણ જાણીને વિશ્વાસ નહિ થાય

Surties - Surat News

લાસ્ટ ફિલ્મ શો ફિલ્મ નો બાળ કલાકાર રાહુલ માત્ર 15 વર્ષનો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદ તેના પરિવારને તેની બીમારી વિશે જાણ થઈ હતી. હવે આ ફિલ્મના રિલીઝના 2 દિવસ પહેલાં જ તેમના નિધનથી સૌ કોઈ હચમચી ગયા છે.

Surties - Surat News

ઓસ્કર માટે આ વર્ષ ની ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ ફિલ્મનાં છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોલીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે.

મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહુલનો ઇલાજ શરુ હતો અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું.​​​​​​

મૂળ હાપામાં રહેતા રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવાનો શરૂ થયો. અનેક દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવતો હોવાના કારણે પરિવાર દ્વારા વધુ
તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી રાહુલ ને અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યો હતો.​

‘છેલ્લો શો’માં રાહુલે ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેનાં કામનાં ખૂબ જ વખાણ થયાં. ‘છેલ્લો શો’ ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પાન નલિનની સેમી ઓટોબાયોગ્રાફી છે. 2020માં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હતું