ગતરોજ રામાયણ પર આધારિત ફિલ્મ “આદિપુરુષ” દર્શકો સમક્ષ મુકવામાં આવી છે. 24 ક્લાક માંજ આ ફિલ્મને નેગેટિવ અને પોસિટીવ બંને પ્રતીસાત મળ્યો છે. લોકો ને રામાયણ કથા પ્રત્યે ખુબજ સારો ભાવ છે પરંતુ આ ફિલ્મમાં બતાવવામાં આવેલ VFX અને કાર્ટૂન એનિમેશન લોકો ને બિલકુલ પસંદ નથી આવી રહ્યું છે.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, જેઓ વિવાદને પગલે તેની તાજેતરની રિલીઝ આદિપુરુષના પ્રમોશનમાંથી ગેરહાજર રહ્યો હતો. હાલ સૈફ અલી ખાનનો એક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેના શરીર પર અજગર લપેટાયેલો દેખાઈ રહ્યો છે.
આ અજગર વાળો વિડીયો વાયરલ થતા લોકો એ ટ્વીટર પર લખ્યું કે સૈફ અલી ખાન પાયથોન મસાજ કરાવી રહ્યો છે. રાવણના પાત્રને હંમેશા ભગવાન શિવના આસ્તિક અને ઉપાસક તરીકે આપડે સૌ એ જોયું છે પરંતુ આ ફિલ્મમાં તેના હાથ પર થી રુદ્રાક્ષ નીચે પડતો વિડીયો વાયરલ થતા દર્શકોને એ પસંદ નથી આવ્યું.
આ ફિલ્મ અનેક વિવાદો બાદ લોકો ની સામે રિલીઝ કરવામાં આવી છે ને લકો ખુલીને આ ફિલ્મ પર પોતાનો રીવ્યુ આપે છે.
Leave a Reply
View Comments