ઓમ શાંતિ : વધુ એક દિગ્ગજ રાજકીય નેતાનું નિધન નામ જાણીને વિશ્વાસ નહિ થાય

surties

રાજનીતિ ક્ષેત્ર માંથી ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પુણેના બીજેપી સાંસદ ગિરીશ બાપટનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. વધુ માં મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી તેમની પુણેની દીનાનાથ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને આજ રોજ તેમના નિધનની ખબર સામે આવી છે.

surties

તેઓ 1973થી રાજકારણમાં સક્રિય હતા અને તેઓએ 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દાવ કે પુણેમાં ભાજપના સફળ આંદોલનમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

આ નિધનના સમાચાર સામે આવતાજ ભાજપમાં શોકની લહેર. તેમણે પુણે અને કસ્બા મતવિસ્તારમાં ભાજપ પક્ષના વિકાસ માટે સખત મહેનત કરી.જ્યારે તેઓ બીમાર હતા ત્યારે પણ તેમણે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને NCP વડા શરદ પવારની સાથે અન્ય નેતાઓએ પણ મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. મળતી માહિતી મુજબ જ્યારે તેઓ બીમાર હતા ત્યારે ઘણા નેતાઓ તેમની મુલાકાત લેતા હતા. ગિરીશ બાપટ બીમાર હતા ત્યારે ભાજપ અને વિપક્ષના નેતાઓ પણ તેમને મળ્યા હતા. તેમની તબિયત વિશે પૂછપરછ કરી.