સુરત એ ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું છે. અત્યાર સુધી ફક્ત સાડી અને ડ્રેસ મટીરીયલ નું ઉત્પાદન કરતા સુરત શહેર આ વખતે અભૂતપૂર્વ રીતે તિરંગા નું ઉત્પાદન કર્યું છે. જે સુરતની ટેક્સટાઇલ બિઝનેસ માટે એક મોટો આશીર્વાદ પણ લઈને આવ્યું છે એવું કહીએ તો પણ ખોટું નથી.
આપણે સૌ જાણીએ છીએ તેમ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઘર ઘર તિરંગા નું અભિયાન લાવવામાં આવ્યું હતું અને તારીખ 13 થી ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર ત્રિરંગો લહેરાવવાનો અપીલ પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. પીએમ મોદીના આ પડતા બોલને જાણેલ લોકોએ પહેલાથી ઝીલી લીધો છે
જે રીતે સુરત શહેર કપડાના ઉત્પાદન માટે જાણીતું છે તેમ તિરંગાના ઉત્પાદન માટે પણ અનેક રાજ્યોમાંથી સુરતને ઓર્ડર મળવા લાગ્યા હતા. લગભગ દેશના દરેક ખૂણા પર સુરતમાંથી બનેલો તિરંગો જ પહોંચ્યો છે તેવું કહીએ તો પણ ખોટું નથી.
એક આંકડા પ્રમાણે જોઈએ તો અત્યાર સુધી સુરતમાંથી લગભગ 20 કરોડ જેટલા તિરંગાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને તે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. પીએમ મોદી પોતાના વક્તવ્યમાં પણ સુરત શહેર માટે વખાણ કરી ચૂક્યા છે. તેઓએ સુરતીઓની દેશભક્તિની પ્રશંસા કરી હતી અને સુરતના લોકોની સરાહના કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુરતીઓએ સ્વતંત્રતાની ભાવના ફરી જીવંત કરી છે.
સુરતમાં આ વખતે કોટન કરતાં પોલિયેસ્ટરના તિરંગાની વધારે ડિમાન્ડ રહી છે. અહીં પોલિયેસ્ટર કાપડ વિશાળ જથ્થામાં મળી આવે છે અને કોટનની સરખામણીએ પોલિયેસ્ટર કાપડ પણ ખુબ સસ્તું હોય છે
કોટનના તિરંગાની કિંમત 50 રૂપિયા હોય છે જ્યારે પોલિયેસ્ટરના તિરંગા ની કિંમત 20 રૂપિયા સુધીની હોય છે. આમ તો સુરતમાં રોજ પાંચ કરોડ મીટર કાપડ તૈયાર થાય છે પરંતુ તિરંગા માટે મળેલા વિપુલ પ્રમાણમાં ઓર્ડરને કારણે માર્કેટના વેપારીઓની દિવાળી પહેલા જ માર્કેટ સુધરી ગયું છે.
પીએમ મોદીએ કરેલા આહવાન થી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને જાણે એક નવો વેગ મળ્યો છે. લોકોને રોજગારી મળી છે અને બહેનોને પણ મોટી માત્રામાં કામ મળ્યું છે. વર્કરોનું કહેવું છે કે અમને એ વાતનું ગૌરવ છે કે અમારા હાથે બનાવેલો તિરંગો દુનિયાભરના લોકો લહેરાવશે.
Leave a Reply
View Comments