ગત વર્ષ 2022 માં સાઉથની નાના બજેટની ફિલ્મ કંતારાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ એ કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો ને સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ. કાંતારા ફિલ્મ ના સિક્વલ ની મહત્વપૂર્ણ અપડેટ હવે ધીમે ધીમે સામે આવી રહી છે.
કંતારા ફિલ્મના નિર્માતા વિજય કિરાગન્દુરે એક વાતચીતમાં કેટલીક માહિતી આપી છે અને જણાવ્યુકે કંતારા 2 સિક્વલ નહીં પણ પ્રિક્વલ છે અને વધુમાં જણાવ્યું કે ષભ શેટ્ટીએ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
વિજયે કહ્યું, ‘ઋષભ હજી વાર્તા લખી રહ્યો છે. તે જૂનમાં શૂટિંગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યો છે, કારણ કે શૂટિંગના એક ભાગ માટે વરસાદી હવામાનની જરૂર છે, અને અમે આવતા વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં સમગ્ર ભારતમાં ફિલ્મ રિલીઝ કરવા માગીએ છીએ.’
તેણે કહ્યું કે ઋષભ શેટ્ટી કર્ણાટકના દરિયાકાંઠાના પ્રદેશમાં જંગલોમાં ગયો અને લોકકથાઓ વિશે વધુ સમજવા માટે બે મહિના સુધી ત્યાં રહ્યો, જેને તેણે તેની ફિલ્મ કંતારામાં દર્શાવ્યો હતો.
Leave a Reply
View Comments