આવકના નવા વિકલ્પો શોધવામાં નિષ્ફળ પાલિકાના તંત્ર દ્વારા હવે સરકારી સ્થળે જાહેરાતો લગાવનાર સંસ્થાઓ વિરૂદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. હાલમાં જ અઠવા ઝોનમાં રસ્તાઓ અને જાહેર સ્થળો પર ખાનગી જાહેરાતોના બેનર – હોર્ડિંગ્સ હટાવાયા બાદ આજે સવારથી વરાછા ઝોન – બીના વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની કસરત હાથ ધરવામાં આવી હતી.
હાલમાં ઉનાળાના વેકશનને પગલે વરાછાના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર અને જાહેર સ્થળો પર ટ્યૂશન ક્લાસીસથી માંડીને સ્કુલોના મોટા – મોટા હોર્ડિંગ્સ અને બેનરોનો રાફટો ફાટ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવ્યા બાદ હવે આજે સવારથી વહીવટી તંત્ર દ્વારા વરાછા ઝોન – બીના અલગ અલગ વિસ્તારોમાં શોપિંગ સેન્ટરોની બહાર જાહેર રસ્તાઓ પર આવેલા આ પ્રકારના હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવામાં આવ્યા હતા.
ધરાર ગેરકાયદેસર રીતે શહેરના લાઈટના પોલ, ફુટપાથ સહિત જાહેર સ્થળો પર ધંધાદારી બેનરો અને હોર્ડિંગ્સ ઠોકી બેસાડવામાં આવતાં મહાનગર પાલિકાને પરોક્ષ રીતે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે હવે શહેરભરમાં આ રીતે અભિયાન હાથ ધરવામાં આવે તો જાહેર સ્થળોની સુંદરતા વધવાની સાથે આ પ્રકારનું ન્યૂશન્સ પણ દુર થઈ શકે તેમ છે.
Leave a Reply
View Comments