‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ શો એ લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. આ શોના તમામ કલાકારે દર્શકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવી છે. આ શોમાં પોતાના કોમિક ટાઈમિંગથી બધાને હસાવનાર કૃષ્ણન ઐયર ઉર્ફે તનુજ મહાશબ્દે ના જીવનમાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
સમાચાર સામે આવ્યા છે કે તનુજના મોટા ભાઈ પ્રવીણ મહાશબ્દેનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર 21 જાન્યુઆરી, 2023ના રોજ થયા હતા. તનુજ મહાશબ્દેએ તેમના ભાઈના મૃત્યુને તેમના જીવનની સૌથી મોટી ખોટ ગણાવી છે.
તનુજ મહાશબ્દેને સૌથી લાંબા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કૃષ્ણન અય્યરના પાત્રથી ઘણી ઓળખ મળી છે. તે 2008થી શો ‘તારક મહેતા’ સાથે જોડાયેલો છે.
તમને જણાવી દઈએ કે પ્રવીણ 10 વર્ષથી થિયેટર સાથે જોડાયેલા હતા. તેઓ મહારાષ્ટ્ર સમાજના નવયુગ નાટ્ય મંડળના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. આટલું જ નહીં પ્રવીણે મહારાષ્ટ્ર સમાજમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.
Leave a Reply
View Comments