રામચરણે ‘બાહુબલી’ના રિલેશનશિપ ની પોલ ખોલી – આ ગ્લેમરસ હીરોહીન છે ચર્ચામાં…

surties

સાઉથનો દિગ્ગજ અભિનેતા પ્રભાસ વિશે એવી વાતો બહાર આવી હતી કે તે તેની ફિલ્મ આદિપુરુષની કો-સ્ટાર કૃતિ સેનનને ડેટ કરી રહ્યો છે. ત્યારથી, તેમના ડેટિંગની અફવાઓ સતત ઉડતી રહી હતી. પરંતુ હવે સાઉથ સિનેમાના એક્ટર રામચરણે પ્રભાસના સંબંધોને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

તાજેતરમાં જ પ્રભાસ નંદામુરી બાલકૃષ્ણાના તેલુગુ ટોક શો અનસ્ટોપેબલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બંનેએ ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન રામચરણે પ્રભાસના સંબંધો વિશે ખાસ ખુલાસો કર્યો હતો. નંદમુરી બાલકૃષ્ણ રામચરણે પૂછ્યું કે શું પ્રભાસના જીવનમાં કોઈ છોકરી છે? તેના પર અભિનેતાએ કહ્યું કે આ સમયે તેના જીવનમાં કોઈ નથી. તે એકદમ સિંગલ છે. આ સિવાય પ્રભાસ વીડિયોમાં એમ પણ કહે છે કે તે તેના ફેન્સને ખૂબ જ જલ્દી સારા સમાચાર આપવાનો છે.

તમને જણાવી દઈએ કે પ્રભાસ અને કૃતિ સેનન ફિલ્મ આદિપુરુષમાં જોવા મળવાના છે. બંનેની આ ફિલ્મ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બીજી તરફ, ભૂતકાળમાં પ્રભાસ સાથે ડેટિંગની અફવાઓ પર, કૃતિ સેનને તેના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું, ‘ન તો તે પ્રેમ છે, ન પીઆર.