જય બજરંગ બલી : દરેક થિયેટરમાં હનુમાન દાદા માટે એક સીટ રિઝર્વ , જાણો કઈ સીટ બુક નહિ કરાવી શકો

surties

અભિનેતા પ્રભાસની આવનારી આગામી ફિલ્મ આદિપુરુષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોની એક છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. તાજેતરમાં જ આદિપુરુષની ટીમે રિલીઝ અંગેની જાહેરાત કરી હતી. ઘણા ન્યૂઝ પોર્ટલમાં છપાયેલા સમાચાર મુજબ, આદિપુરુષની ટીમે નિર્ણય લીધો છે કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે.

આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં આવશે. ફિલ્મની રિલીઝ પહેલા, નિર્માતાઓએ જાહેરાત કરી છે કે દરેક થિયેટરમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યાં પણ રામાયણનું પઠન કરવામાં આવે છે, ત્યાં ભગવાન હનુમાનની હાજરી હોય છે. આ અમારી માન્યતા છે. આ માન્યતાને માન આપીને, એક્ટર પ્રભાસે આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી છે. તે જ સમયે, કૃતિ સેનન સીતાના રોલમાં જોવા મળશે. આ સિવાય સની સિંહ લક્ષ્મણના રોલમાં અને દેવદત્ત નાગે હનુમાનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું બીજું ટ્રેલર 6 જૂન (મંગળવાર)ના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. તેને મેગા ઈવેન્ટમાં લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ થિયેટરમાંથી તમે કોઈ એક સીટ બુક નહિ કરાવી શકો. આ સીટ કઈ હશે એતો આવનારા સમયમાંજ ખબર પડશે કે જયારે ફિલ્મ થિયેટરમાં આવશે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો