OMG : આવી રહ્યું છે ‘ફેબિયન’ વાવાઝોડું જાણો કેટલો છે ખતરો?

surties

વધુ એક ભયંકર વાવાજોડા એ એન્ટ્રી મારી છે. મ્યાનમારના દરિયાકાંઠે જોરદાર ટક્કર બાદ સોમવારે મોકા વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને મિઝોરમ સુધી પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે, તો બીજી બાજુ મિઝોરમમાં લગભગ 250 મકાનોને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યોના લગભગ 6,000 લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. હવે ફેબિયન વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, ફેબિયનને દરિયાકાંઠે પહોંચવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી શકે છે, પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું છે.

ફેબિયન વાવાઝોડું દક્ષિણ હિંદ મહાસાગરમાં દસ્તક આપી ચૂક્યું છે અને તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના દરિયા કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે અનેર વિસ્તારોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાને કારણે કોલકાતાથી અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી.

surties

મોકા વાવાઝોડાના કારણે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. જેના કારણે અનેક કાર અને ટુ વ્હીલર તેની ઝપેટમાં આવી ગયા હતા. વાહનોના દબાઈ જવાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો