વાહ…22 વર્ષ પછી આવી ‘ગદર 2’ જુઓ પોસ્ટર – સની દેઓલ નો થશે વિરોધ?

Surties

દર્શકોને પસંદીદા સની દેઓલની ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ જયારે આવી ત્યારે પ્રેક્ષકો થિયેટરોની બહાર ઉમટી પડ્યા હતા. હવે 22 વર્ષ પછી તારા સિંહ ફરી એક વાર થિયેટરમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ‘ગદર 2’ ને મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સાહ માં છે. આ ફિલ્મ નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળી રહ્યો છે.

‘ગદર 2’ ફિલ્મ નું પોસ્ટર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. દર્શકો ફરી એક વાર તારા સિંહ અને સકીનાને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.સની દેઓલે ખુદ તેની આગામી ફિલ્મ ‘ગદર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં વર્ષો પછી ફરી તારા સિંહની ઝલક જોવા મળી રહી છે.

તારા સિંહના અવતારમાં સની દેઓલ ખુબજ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. તેણે પાઘડી પહેરેલી છે અને કુર્તા પાયજામામાં દેકાહી રહ્યો છે. તારા સિંહના હાથમાં એક મોટો હથોડો જોવા મળી રહ્યો છે.

પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે સની દેઓલ ગદર 2 માં ડબલ ગદર બનાવવા માટે તૈયાર છે. આ પોસ્ટર શેર કરતી વખતે સની દેઓલે કૅપ્શનમાં એ જ જૂનો ડાયલોગ લખ્યો- ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા. ‘ગદર 2’ 11 ઓગસ્ટ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.