વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારે 18 જૂન 2022ના રોજ હીરાબાનો 100મો જન્મદિવસ ઉજવ્યો. 1923માં જન્મેલા હીરાબાએ સદીમાં પ્રવેશ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાબા આજે અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને તાત્કાલિક યુએન મહેતામાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ, બપોરે યુએન હોસ્પિટલ દ્વારા એક હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હીરાબાની તબિયત સુધારા પર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરીને હોસ્પિટલ જવા રવાના થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ તેમની માતાના ખબરઅંતર પૂછવા અમદાવાદ પહોંચી શકે છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારના કેટલાક સભ્યોની કાર મંગળવારે કર્ણાટકમાં અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના મૈસુર જિલ્લાના કડાકોલા વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં પ્રહલાદ મોદી અને તેમના પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. આમ, બે દિવસમાં પીએમ મોદીને તેમના પરિવારના સભ્યો વિશે બે વખત નકારાત્મક સમાચારોનો સામનો કરવો પડ્યો. બંને કિસ્સાઓમાં, તેમના સંબંધીઓ સલામત અને સ્વસ્થ છે.
https://twitter.com/ANI/status/1608036718367895555?t=EMRfsslQ33kCXH2bcIh3Dw&s=19
Leave a Reply
View Comments