World : દુનિયાભરમાં થઇ રહ્યો છે પ્લાસ્ટિકનો વરસાદ, જાણો તેનાથી આરોગ્યને શું છે ખતરો ?

Plastic rain is happening all over the world, know what is the danger to health?
Plastic Rain

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો વરસાદ થઈ રહ્યો છે. આ કોઈ મજાક નથી, આ એકદમ સત્ય છે. એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો વરસાદ થઈ રહ્યો છે. અભ્યાસ મુજબ, આ માઇક્રોપ્લાસ્ટિક્સ છે, જે નરી આંખે દેખાતા નથી, પરંતુ જો તેને એકત્રિત કરવામાં આવે તો પ્લાસ્ટિકનો પહાડ ઉભો થઈ જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક ગંભીર સ્થિતિ છે, જેને આપણે બધા નજરઅંદાજ કરી રહ્યા છીએ. હવે એ સમજવું પડશે કે પ્લાસ્ટિકનો વરસાદ કેમ થઈ રહ્યો છે અને આ પ્લાસ્ટિક ક્યાંથી આવે છે? અને આની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થશે?

પ્લાસ્ટિક વરસાદ શું છે ?

આ વરસાદમાં આવતા માઈક્રોપ્લાસ્ટીકનું કદ 5 મીમી જેટલું છે. માઈક્રોપ્લાસ્ટિક્સ રમકડાં, કપડાં, વાહનો, રંગ, કારના જૂના ટાયર અથવા લગભગ કોઈપણ વસ્તુમાં હોય છે. તે આ બધી વસ્તુઓ અને મનુષ્યો દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે. જે પછી તે સમુદ્રના ઇકોસિસ્ટમનો એક ભાગ બની જાય છે અને વરસાદના રૂપમાં પૃથ્વી પર પાછો ફરે છે.

પૃથ્વી પર શું થઈ રહ્યું છે ?

સાયન્સ જર્નલમાં અમેરિકા પર કરવામાં આવેલા અભ્યાસમાં એક એવા શહેરને લેવામાં આવ્યું હતું જ્યાં બિલકુલ પ્રદૂષણ નથી. અહીં લગભગ 14 મહિના સુધી વરસાદની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે એક જ મહિનામાં અહીં એક હજાર મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિકનો વરસાદ થયો છે.

વરસાદથી સ્વચ્છ શહેરો પણ પ્રદૂષિત થઈ રહ્યા છે

આ તપાસ સધર્ન નેશનલ પાર્કની હવામાં કરવામાં આવી હતી. આ વિસ્તાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અહીં ઘણા કિલોમીટર સુધી ન તો કોઈ વાહન ચાલે છે અને ન તો અહીં કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોત છે. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ વરસાદના કારણે પ્રદૂષિત શહેરની સાથે સ્વચ્છ શહેરમાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

પ્લાસ્ટિકના વરસાદથી આરોગ્ય પર શું થશે અસર

માઇક્રોપ્લાસ્ટિક્સ પરના સંશોધન મુજબ, આપણે આપણા શ્વાસ દ્વારા દરરોજ લગભગ 7,000 માઇક્રોપ્લાસ્ટિક્સના ટુકડા શ્વાસમાં લઈએ છીએ. પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના અભ્યાસમાં એવું માનવામાં આવતું હતું કે તે તમાકુ ખાવા અથવા સિગારેટ પીવા જેવું જ છે. પરંતુ અત્યારે એ નક્કી કરવામાં આવ્યું નથી કે કેટલી માત્રા આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

પ્લાસ્ટિક શરીર પર ખરાબ અસર કરે છે

સામાન્ય રીતે એવું કહેવાય છે કે પ્લાસ્ટિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આનાથી આપણા પાચનતંત્ર અને પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે. પ્લાસ્ટિકથી કેન્સરનો ખતરો પણ રહે છે. સાથે જ પ્લાસ્ટિકનો વરસાદ ભવિષ્યમાં ખતરનાક સાબિત થઈ શકે છે.