ભારતીય ક્રિકેટ ટિમ ના શાનદાર બોલર અક્ષર પટેલ લગ્ન ગ્રંથિ થી જોડાયા છે. અક્ષર પટેલ પોતે ગુજરાતના છે અને તેઓ વડોદરામાં મેહા પટેલ લગ્નના બંધનમાં બંધાયા છે. પોતાના લગ્ન હોવાના કારણે અક્ષર પટેલ વનડે સીરીઝનો ભાગ બની શક્યો ન હતો.
Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k
— Meha Patel (@Meha2026) January 26, 2023
મેહા અને અક્ષર લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી. મેહા પટેલ વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે અને તે ડાયટ પ્લાન શેર કરતી રહે છે. તે લોકો સાથે ડાયટ સંબંધિત માહિતી શેર કરે છે. મેહા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.
તમને જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા બાદ અક્ષર પટેલ ને ટિમમાં ચાન્સ આપવામાં આવ્યો છે. ગ્ન બાદ અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે કે કેમ તેતો હવે આવનારો સમય જ બતાવશે. રવિન્દ્ર જાડેજા ફિટ હોવાથી, અક્ષર માટે આવનારા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું સરળ નહીં હોય.
MR. & MRs. Axar Patel.#AxarPatel #weddingnight pic.twitter.com/LxDYLd8fGd
— Meha Patel (@Meha2026) January 26, 2023
Leave a Reply
View Comments