આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક આશ્ચર્યજનક વિડીયો સામે આવી રહ્યા છે. જેને જોઈને યુઝર્સમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યાં ભૂતકાળમાં લગ્ન સમારોહમાં ડાન્સ કરતા લોકોથી લઈને રામ લીલા દરમિયાન પરફોર્મ કરતા કલાકારો સુધી તેઓ હાર્ટ એટેક આવતા જીવ ગુમાવતા જોવા મળ્યા હતા. તેવી જ રીતે હાલ એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં મંદિરમાં ભગવાનની સામે માથું નમાવતી વખતે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.
હા, ભગવાનના દરબારમાં તેમના ચરણોમાં માથું નમાવતા જ હૃદયરોગના હુમલાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વિડીયો જોયો તે દંગ રહી ગયા છે. હાલમાં આ ઘટના મધ્યપ્રદેશના કટની જિલ્લાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
रहस्यमय मौत… कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU
— Narendra Singh (@NarendraNeer007) December 4, 2022
આ વિડીયોમાં, એક ભક્ત મંદિરમાં સાંઈ બાબાના દર્શન કરે છે અને પછી તેમના પગ પાસે બેસે છે. આ દરમિયાન તે ચક્કર આવતા ભગવાનના ચરણોમાં પડેલો જોવા મળે છે. કેટલાક યુઝર્સ મોક્ષની પ્રાપ્તિ વિશે જણાવી રહ્યા છે
હાલ આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા યુઝર્સમાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રાકેશ જણાવવામાં આવી રહ્યું છે, જેણે મંદિરમાં સાઈ બાબાના ચરણોમાં માથું મુક્યું અને મૃત્યુ પામ્યા. હાલમાં જે રીતે વ્યક્તિનું મૃત્યુ થયું તે જોઈને કેટલાક લોકો તેને મોક્ષ માની રહ્યા છે.
Leave a Reply
View Comments