બૉલીવુડ માં ઘણા લાંબા સમય બાદ કોઈ ફિલ્મ એ રેકોડ બ્રેક કર્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. કહેવાય રહ્યું છે એક લગભગ ચાર વર્ષ પછી મોટી સ્ક્રીન પર વાપસી કરનાર શાહરૂખની ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે અને આવું કરનારી તે પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે.
શું તમે જાણો છો આ ફિલ્મમાં આમિર ખાનની બહેન નિખત ખાન પણ છે, જેણે આ ફિલ્મમાં અફઘાની મહિલાનો રોલ કર્યો છે. જો તમે પઠાણ ફિલ્મમાં આમિરની બહેનને ઓળખી નહિ શકો. આમિરની બહેન એક અફઘાની મહિલાના પાત્રમાં છે જેણે શાહરૂખને ‘પઠાણ’ નામ આપ્યું હતું. નિખત માત્ર શાહરૂખને પોતાનો દીકરો જ કહેતી નથી, પરંતુ તેના હાથ પર તાવીજ પણ બાંધે છે. આ સીનમાં બંને ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે.
આ ફિલ્મમાં શાહરૂખ ની સાથે સાથે દીપિકા પાદુકોણ જોન અબ્રાહમ પણ જોવા મળે છે. આ ફિલ્મ માં સલમાન ખાનનો પણ એક જબરદસ્ત કેમિયો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
નિખત ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી કેટલીક ક્લિપ્સ શેર કરી રહી છે. આ ક્લિપ્સ ફિલ્મ ‘પઠાણ’ની છે, જેમાં શાહરૂખ અને નિખાત સાથે જોવા મળે છે.
Leave a Reply
View Comments