OMG : સોફા-ટીવી સાથે હવામાં ઉડ્યો માણસ, જુઓ પગ ફેલાવી શું કરી રહ્યો છે…..

Surties

કેટલીક વાર લોકો પોતાના જીવનમાં કંઈક અલગ અને ભયંકર વસ્તુ કરવાથી પણ અચકાતા નથી. કેટલાક લોકો ને પોતાના જીવનમાં કંઈક તોફાની કરવાનો એટલો શોખ હોય છે કે તેઓ જોખમો સાથે રમત રમવા તૈયાર થઈ જાય છે. ઘણા લોકોને એડવેન્ચર સ્પોર્ટ્સ કરવાનો ગાંડો શોખ હોય છે.

પેરા ગ્લાઈડિંગ પણ તે રમતોમાંની એક છે જેમાં લોકો દૂર સુધી ઉડી જાય છે. નવા આવનારા લોકોને નિષ્ણાતો સાથે ઉડાડવામાં આવે છે, ક્યારેક નિષ્ણાતો પણ એકલા ઉડે ​​છે. પરંતુ આ દિવસોમાં એક વ્યક્તિનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નિષ્ણાતોથી પણ એક ડગલું આગળ જતા જોવા મળી રહ્યા છે. તે પેરા ગ્લાઈડિંગ કરી રહ્યો છે, પરંતુ દોરડાથી લટકતો નથી, પરંતુ સોફા પર આરામથી બેઠો છે.

આ શ્વાસ થંભાવી દેતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. લોકો આ વિડીયો ને વારંવાર લૂપ માં જોઈ રહ્યા છે. લોકો આ વિડીયો પર અને આ વ્યક્તિ પર અવનવી કોમેન્ટ કરતા નજરે ચડ્યા છે.

આ વિડીયોમાં તે વ્યક્તિ તેના જાડા સોફા પર બેઠેલો દેખાઈ છે અને તેની સામે એક ટીવી પણ અનોખા સ્ટેન્ડ પર મુકવામાં આવ્યું છે. આ વ્યક્તિ વચ્ચે ઉડતી વખતે નાસ્તો કરતો પણ જોવા મળે છે. તેણે આરામથી પગ આગળ ફેલાવ્યા છે અને ડર્યા વગર સોફા પર બેઠો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ગયા છે