હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન…

surties

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું આજે અવસાન થયું છે. તબિયત નાજુક થવાથી તેઓને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું નિધન થયું. હીરા બા ની અંતિમ યાત્રામાં પીએમ મોદી સહીત તેમના પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર હતા.

PM મોદીએ માતાના પાર્થિવ દેહને આપી કાંધ આપી હતી અને અંતિમ યાત્રામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ઇશ્વર ચરણ પામ્યા છે. PM મોદીએ અંતિમ દર્શન કરી માતા ને અશ્રુભિની આંખે વિદાય આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીના નિધનના સમાચાર સામે આવતા દેશભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.