શ્વેતા તિવારીની દીકરી પર ચડયો ઉર્ફી જાવેદ નો રંગ? એક ફોટાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

surties

ફેમસ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. પલક દરેક પ્રકારના પોશાક પહેરીને લોકોનું ધ્યાન ખેંચે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે તેના સિઝલિંગ ફોટોશૂટ અને સ્મોકિંગ હોટ ફોટા ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તાજેતરમાં જ પલકે ઇન્સ્ટાગ્રામ પર એક હોટ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં પલક બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Spotboye (@spotboye_in)

તસવીરમાં ‘બિજલી બિજલી’ ગર્લ કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરમાં પલકે સિલ્વર નેકપીસ પહેરી હતી. પલક એકદમ સ્ટાઇલ અને ગ્રેસ સાથે પોઝ આપે છે. તેણે સુંદર મેકઅપ કર્યો છે.

પલકની આ તસવીર ખૂબ જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે પલક આવો ફોટો શેર કર્યો હોય. તેણીના ટોપલેસ અને બિકીની પહેરેલા ફોટોસ ઘણીવાર ઓનલાઈન જોવા મળે છે, જે ઈન્ટરનેટ પર ચર્ચા નો વિષય બને છે. પલકની આ તસવીર પર તેના ચાહકોએ વખાણના કરતાં થાકતા નથી, જ્યારે કેટલાક એવા યુઝર્સ પણ જોવા મળ્યા હતા જેમણે આવી તસવીર શેર કરવા બદલ પલકને ટ્રોલ કરી હતી.

હાલ પલક ના ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે અને લોકો કોમેન્ટ દ્વારા પોતપોતાના અભિપ્રાયો પણ જણાવતા રહે છે.