લતા મંગેશકરના ગીત પર પાકિસ્તાની દુલ્હન એ લગાવ્યા ઠુમકા….- સોશિયલ મીડિયા પર લાગી આગ

Surties

બોલિવૂડની ફિલ્મોમાં ગીત નું ખાસ આકર્ષણ હોય છે, જેના કારણે તેને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભારતીય ફિલ્મો અને ગીતોનો દબદબો છે. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં બોલિવૂડ ફિલ્મો અને ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દી ફિલ્મોના ગીતો પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. પાકિસ્તાનના લોકો ઘણીવાર હિન્દી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આ દિવસોમાં પાકિસ્તાનની એક દુલ્હનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરના ગીત પર આકર્ષક ડાન્સ કરતી જોવા મળે છે.

આ વિડીયો પાકિસ્તાની દુલ્હનનો હોઈ તેવું કહેવામાં આવી રહ્યો છે. જે બોલિવૂડના સુપરહિટ ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ પર ડાન્સ કરતી જોવા મળે છે. વિડીયોમાં પાકિસ્તાની દુલ્હન સલવાર-સૂટમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો હલ્દી રસમ નો હોઈ તેવું દેખાય રહ્યું છે જ્યાં ઘણી મહિલાઓ બેઠી છે અને વિડીયોમાં ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર દુલ્હન જોરદાર ડાન્સ કરી રહી છે. આ ગીતમાં પાકિસ્તાની દુલ્હનની શાનદાર સ્ટાઈલના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

પાકિસ્તાની દુલ્હનનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત 1954માં આવેલી ફિલ્મ નાગિનનું છે. આ ગીત બોલિવૂડની અજોડ અભિનેત્રી વૈજયંતી માલા પર શૂટ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે પોતાના સુંદર અવાજમાં ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત ગાયું છે. તે તે જમાનાના સુપરહિટ ગીતોમાંનું એક છે. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.