OMG : ઓનલાઈન મંગાવી જ્વેલરી, પેકેટ ખોલતા જ જુઓ શું નીકળ્યું, વિડીયો થયો વાયરલ

surties

તમે ઓનલાઈન શોપિંગ કર્યું જ હશે. તમને ક્યારેક સારો અનુભવ થયો હશે તો ક્યારેક ખરાબ. જો તમે જે ઓર્ડર કર્યો છે તેના બદલે વસ્તુ ખોટી હોય અથવા બીજું કંઈક આવે તો શું? આવી જ ઘટના ફરી એક વાર વાયરલ થઈ છે. જ્યાં જ્વેલરીના નામે ક્રીમનું ખાલી બોક્સ મળ્યું.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@aishwarya_khajuria) પર વિડિયો શેર કરતી વખતે ઐશ્વર્યા ખજુરિયા એ કેપ્શનમાં લખ્યું કે આ પાર્સલ પરત કરવામાં પણ તે શરમ અનુભવે છે. ડિલિવરી બોય શું વિચારશે? વિડીયોમાં એ પણ જણાવ્યું કે તેણે મીશો પાસેથી 200 રૂપિયાની જ્વેલરી મંગાવી હતી. પરંતુ પાર્સલમાં તેમને વપરાયેલ પોન્ડ્સ ક્રીમનું ખાલી બોક્સ મળ્યું હતું.

તેણે ક્રીમનું બોક્સ પણ ખોલીને બતાવ્યું, જે જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે કે તે વપરાયેલી ક્રીમની છે. આ સિવાય પોતાનો જૂનો શોપિંગ અનુભવ શેર કર્યો અને કહ્યું કે અગાઉ તેણે હેર ક્લિપ્સને બદલે ટમી ટકર મોકલ્યા હતા.

આ વિડીયો ખુબજ વાયરલ થયો છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- કૌભાંડ ગુરુ, મીશો. મોટાભાગના લોકો કહે છે કે મીશો સાથે ખરીદી હંમેશા મોંઘી હોય છે. આ વિડીયો પર તમારો શું અભિપ્રાય છે. કોમેન્ટ કરીને અમને તમારી પ્રતિક્રિયા જણાવો.