અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર આખરે સામે આવ્યું છે. હાલમાં જ અક્ષય કુમારની આ ફિલ્મની કેટલીક ઝલક પણ સામે આવી હતી, જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ટીઝર જોતા ખ્યાલ આવે છે કે ‘માણસ આસ્તિક કે નાસ્તિક બનીને ભગવાન છે કે નહીં તેની સાબિતી આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા મનુષ્યોમાં ક્યારેય ભેદ પાડતા નથી. નાસ્તિક કાંજીલાલ મહેતા હોય કે આસ્તિક શાંતિ કરણ મુદગલ હોય.
તમને જણાવી દઈએ કે સોમવારે અક્ષય કુમારે પોતાની ફિલ્મ OMG2ની એક ક્લિપ શેર કરી હતી. આ વિડીયોમાં અક્ષય કુમાર ભગવાન શિવના અવતારમાં જોવા મળી રહ્યો છે. અક્ષયના આ વિડીયો પર લોકોએ તેને ચેતવણી આપી હતી. લોકોએ સ્પષ્ટ કહ્યું હતું કે ફિલ્મમાં સનાતન ધર્મની મજાક બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.
View this post on Instagram
આ ટીઝર ફિલ્મની રિલીઝના એક મહિના પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.
Leave a Reply
View Comments