ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે લોકો ભલે ખાતરનાખ કામ કરતા હોઈ પરંતુ તેની સામે સ્પેનની મારિયા બ્રાન્યાસ નામની વૃદ્ધા એ માત્ર જીવિત હોવાને કારણે પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે.
મોરેરાનું નામ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે અને તેમની સત્તાવાર ઉંમર 21 જાન્યુઆરી 2023ના રોજ 115 વર્ષ 323 દિવસ તરીકે નોંધવામાં આવી હતી. તેણીએ વિશ્વયુદ્ધો અને સ્પેનિશ સિવિલ વોર બંને જોયા છે અને 2019 માં જ કોવિડને સફળતાપૂર્વક હરાવી છે.
દીકરીની મદદથી ટ્વિટર ચલાવતી મારિયાએ લાંબુ જીવન જીવવાની ટિપ્સ પણ આપી છે. તે કહે છે કે શિસ્ત, શાંતિ, પરિવાર અને મિત્રો સાથે સારા સંબંધો, પ્રકૃતિ સાથે સંપર્ક, ભાવનાત્મક સ્થિરતા, હકારાત્મક વિચાર અને નેગેટિવ લોકોથી દૂર રહેવાથી વ્યક્તિ લાંબુ જીવી શકે છે.
Leave a Reply
View Comments