હવે ઓવરબ્રિજ નહીં પણ કડોદરામાં બનેલા અંડરપાસથી મળશે ટ્રાફિકથી છુટકારો : ૨૫ લાખ લોકોને મળશે ફાયદો

Now not the overbridge but the underpass built in Kadodara will get rid of the traffic
Now not the overbridge but the underpass built in Kadodara will get rid of the traffic

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણા, ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તા.૨૫મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા કડોદરા ખાતે નવનિર્મિત ‘કડોદરા અંડરપાસ’નું લોકાર્પણ કરાશે. આંકડામુખી હનુમાન મંદિર ગ્રાઉન્ડ, કડોદરા ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.

રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૯૩૫ મી. ની લંબાઈમાં તૈયાર કરાયેલા ‘કડોદરા અંડરપાસ’થી સુરત-બારડોલીના અંદાજે ૨૫ લાખ રહીશો-વાહનચાલકોને ફાયદો થશે. સાથોસાથ સુરત-બારડોલી રોડ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા હળવી થવાની સાથે વાહનવ્યવહાર સરળ બનશે તેમજ વાહનચાલકોના ઈંધણની બચત થશે.