હવે ગુજરાતીઓને અમેરિકા જવા મુંબઈ સુધી નહી ખાવો પડે ધક્કો : અમદાવાદમાં US કોન્સ્યુલેટ ખુલશે

Now it will be easier for Gujaratis to go to America: US Consulate will open in Ahmedabad
Now it will be easier for Gujaratis to go to America: US Consulate will open in Ahmedabad

ગુજરાતના લોકો માટે અમેરિકા જવાનું સરળ બનશે. કારણ કે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદ શહેરમાં અમેરિકા ટૂંક સમયમાં તેનું કોન્સ્યુલેટ ખોલશે. વ્હાઇટ હાઉસના એક અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. જેમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ કોન્સ્યુલેટ ખોલવાની વાત કહેવામાં આવી છે. આ બે નવા વાણિજ્ય દૂતાવાસ શરૂ થવાથી દેશમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસની સંખ્યા વધીને છ થઈ જશે. હાલમાં મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં કોન્સ્યુલેટ છે. દેશમાં વધુ વાણિજ્ય દૂતાવાસ શરૂ થવાથી અમેરિકા માટે વિઝા મેળવવાનું સરળ બનશે.

ગુજરાત માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં વસે છે. અમેરિકા સાથે પણ સારા વેપાર સંબંધો. હાલમાં લોકોને વિઝા માટે મુંબઈ જવું પડે છે. અમદાવાદમાં કોન્સ્યુલેટથી ગુજરાતના લોકોને વધુ સુવિધા મળશે.

સમય અને પૈસાની બચત થશે

અમદાવાદમાં યુએસ કોન્સ્યુલેટ શરૂ થવાથી ગુજરાતની જનતાને ઘણો ફાયદો થશે. તેમને વિઝા લેવા માટે મુંબઈ જવાની જરૂર નહીં પડે. તેનાથી તેમનો સમય તો બચશે જ પરંતુ પૈસાની પણ બચત થશે. કારણ કે ત્યાં જઈને હોટેલમાં રોકાવું પડતું હતું. ગુજરાતમાંથી સૌથી વધુ લોકો અને વેપારીઓ અને વિદ્યાર્થીઓ વિઝા માટે મુંબઈ જાય છે. મહેસાણા, આણંદ અને અન્ય જિલ્લાઓમાંથી ઘણા ગુજરાતીઓ અમેરિકામાં સ્થાયી થયા છે. તેના સંબંધીઓ પણ તેને મળવા અમેરિકા જતા રહે છે. જેના કારણે તેમને વિઝા માટે મુંબઈ જવાથી પણ રાહત મળશે.