સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવાર નવાર કોઈ પણ વિવાદોથી ઘેરાયેલી રહે છે. દરમિયાન હવે ડોક્ટરોની આડોડાઈ કહીએ કે દાદાગીરી જેને લીધે નિર્દોષ લોકોને હાલાકીઓનો સામનો કરવાનો વારો આવી ગયો છે. અહીં પોસ્ટમોર્ટમ રૂમને કેટલાક ડોક્ટરોએ પોતાની કારો પાર્ક કરીને બ્લોક કરી નાખ્યો છે.જે જગ્યા પર મૃતદેહને લાવવા લઇ જવા માટે શવવાહીનીઓ ઉભી રહે છે. તેમજ મૃતકોના સાગા સંબધીઓની બેસવાની જગ્યા પર જ મોટાભાગના ડોકટરો દ્વારા આડેધડ કારો પાર્ક કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોસ્ટ માર્ટમ રૂમની એકદમ બહાર જ મોટાભાગના ડોકટરો દ્વારા પોતાની કારો પાર્કિંગ કરવામાં આવી રહી છે.જોકે આ જગ્યા કાર પાર્કિંગ માટે નહીં છતાં પણ ડોકટરો આડોડાઈ અને દાદાગીરી કરીને પોતાની કારો અહીજ પાર્ક કરી રહ્યા છે.આડેધડ કાર પાર્કિંગને કારણે એક બાજુ શબવાહીની ને આવવા જવામાં અડચણ ઉભી થાય છે,આ સિવાય મૃતકોના સગા સંબધીઓને બેસવા કે ત્યાં ઉભા રહેવા માટે પણ જગ્યા નથી મળતી.
એટલું જ નહીં પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે પોસ્ટ માર્ટમ રૂમની બાહર ખાસ કરીને શાબવાહીનીઓ ઉભી રહી શકે તેમજ મૃતકોના સગા સંબંધીઓ ત્યાં બેસી સકે છે તે માટે બાંકડાઓ મુકવામા આવ્યા છે.જોકે ડોકટરો દવારા અહીં કાર પાર્ક કરતા હોવાને કારણે મૃતદેહ લાવતી લઇ જતી શબવાહિનીને અડચણ થાય છે તેમજ સગા સંબધીઓને ત્યાં બેસવા માટે પણ પરેશાની થાય છે.અહીંય જેટલી પણ આડેધડ પાર્ક કરેલી કારો છે તે મોટાભાગના ડોકટરો ની છે. એટલુંજ નહીં હોસ્પિટલના સત્તાધીશો પણ આ બધું જોતા હોય છતાં તેઓ મૌન ધારણ કરે અથવા તો તેઓને આવા ડોકટરો ગાંઠતા નથી.
મલ્ટીલેવલ પાર્કિગ છતાં તેનો ઉપયોગ નહીં કરતા
સ્મીમેર હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા આવેલા ડેપ્યુટી કમિશનર ડો. જે.એન.વાઘેલા દ્વારા રોજ સવારે રાઉન્ડ લઈને હોસ્પિટલની વ્યવસ્થાઓમાં ઘણો ખરો સુધાર લાવવામાં આવ્યો હતો. એટલુંજ નહીં તેમના દ્વારા ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થા પણ સુધાર લાવવામાં આવ્યો હતો. ઠેર-ઠેર પાર્કિંગ કરવાને બદલે ડોક્ટર્સ – સ્ટાફ સહીત તમામ માટે મલ્ટીલેવલ પાર્કિંગમાં જ પાર્કિંગ કરાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. જોકે અત્યારે પણ મોટાભાગના ડોકટરો, સ્ટાફ મલ્ટીલેવલ પાર્કીંગમાં જ પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોતાની પાર્ક કરનારા આ ડોકટરો ગાંઠતા નથી અને વ્યવસ્થિત પાર્ક કરવાને બદલે પોતાની મરજીથી ગમે ત્યાં કાર પાર્કિંગ કરીને વ્યવસ્થાઓ બગાડી રહ્યા છે.
Leave a Reply
View Comments