વિદેશી મૂળની બે અભિનેત્રીઓ કેસ-કબાલામાં સામસામે – જુઓ મોટો કેસ કર્યો દાખલ…

અભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડીઝ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડની બે અભિનેત્રીઓ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ આમને-સામને આવી ગઈ છે.

નોરા ફતેહીએ તેની અરજીમાં જણાવ્યું હતું કે “જેકલીન ફર્નાન્ડિસે તેના પોતાના હિતોને આગળ વધારવા માટે ફરિયાદીને ગુનાહિત રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે તે બંને એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને સમાન બેકગ્રાઉન્ડ માંથી આવે છે”.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી બંનેની પૂછપરછ કોનમેન સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી.

નોરા ફતેહીએ પીએમએલએ કોર્ટમાં લેખિત અરજી પર જેકલીન વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે “તેમને ED દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.” નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ મેળવવાના દાવાને પણ નકારી કાઢ્યા છે.

અભિનેત્રી નોરા ફતેહીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેણીનો સુકેશ ચંદ્રશેખર સાથે કોઈ સીધો સંપર્ક નથી, તે માત્ર તેની પત્ની લીના મારિયા પોલ દ્વારા તેને ઓળખતી હતી. અભિનેત્રી નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ લેવાનો ઈન્કાર કર્યો હતો.

surties

તમને જણાવી દઈએ કે ફરિયાદી નોરા ફતેહી અને આરોપી જેકલીન ફર્નાન્ડીઝ બંને વિદેશી મૂળની અભિનેત્રીઓ છે અને બંનેએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ખ્યાતિ મેળવવા માટે સંઘર્ષ કર્યો છે.

જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત નોરા ફતેહીએ પોતાની માનહાનિની ​​અરજીમાં અનેક મીડિયા સંસ્થાઓનું નામ પણ લીધું છે. નોરા ફતેહીએ આરોપ લગાવ્યો કે “કેટલાક મીડિયા હાઉસ દ્વારા તેણીનો સામૂહિક પીછો કરવો એ મોબ લિંચિંગ સમાન છે.” તેણીએ કહ્યું કે આ બધું “જેકલીન ફર્નાન્ડીઝના કહેવાથી” થયું છે.