VIRAL VIDEO : જુઓ આ દિગ્ગજ ખેલાડી સાથે શું થયું વિડીયો જોઈને વિશ્વાસ નહિ કરી શકો

surties

દુનિયા ભરમાં અત્યારે IPL ધૂમ મચાવી રહ્યું છે ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ માંથી અનેક અવનવા વિડીયો સામે આવતા રહેતા હોઈ છે. અનેક વાર કેમેરામાં એવી ઘટના પણ બની જતી હોઈ છે કે જેને જોઈ શ્વાસ અધ્ધર થઈ જતા હોઈ છે.

અમદાવાદમાં રમાયેલ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સના મુકાબલા પહેલા મોટી ઘટના થવાથી ટળી ગઈ હતી. શુભમન ગિલ- ઈશાન કિશન બંને બચી ગયા . IPL 2023ની 35મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઇ હતી જેમાં ગુજરાત ની ટિમ વિજેતા બની હતી. આ મેચ પહેલા મુંબઈ અને ગુજરાત બન્ને ટીમોના મહત્વના ખેલાડી માંડ માંડ બચ્યા હતા.

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે શુભમન ગિલ અને ઈશાન કિશનનીને બોલ વાગતા વાગતા બચી ગયો હતો. ઈશાન કિશન અને શુભમન ગિલ બન્ને મેદાનમાં વાતચીત કરી રહ્યા હતા. બન્ને પ્રેક્ટિસ સેશન માટે જઈ રહ્યા હતા અને ત્યારે જ કોઈ બેટ્સમેને શોર્ટ માર્યો અને બોલ બન્નેના ખૂબ જ નજીક પડ્યો.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ બહોળ પરાંમાં શેર કરી રહ્યા છે.