લો બોલો સુરતમાં શેરી કે ગ્રાઉન્ડમાં નહીં પણ એરપોર્ટ પર ગરબાની ધૂમ મચી ! વિડીયો જોઈ થનગની ઉઠશો

Surties - Surat News

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચેલી છે. ગુજરાતમાં તો આ તહેવારનું ખુબ જ મહત્વ છે પણ તેની સાથે સાથે દેશભરમાં પણ લોકોને ગરબાનું ઘેલું લાગ્યું છે. સુરતમાં તો ગરબા માત્ર ગ્રાઉન્ડ કે શેરી પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ એરપોર્ટ પર પણ ગરબાની ધૂમ મચી છે. સુરત એરપોર્ટ પર સ્પાઈસ જેટની ટીમ દ્વારા ગરબાનું અનોખું આયોજન કરવામ આવ્યું અને ઉત્સાહ ભેર ગરબા રમી ને મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું.

સુરત એરપોર્ટ પર ગજરાતી પારંપરિક નૃત્ય ગરબાની ઝાંખી જોઈ મુસાફરો પણ થનગની ઉઠ્યા હતા અને  મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દેશી હોય કે વિદેશી દરેકને લોકો ને ગરબે ઘૂમવા ને જાણે રંગ લાગી ગયો હોઈ તેવો માહોલ સ્પષ્ટ પણે જોવા મળ્યો હતો. ગરબાની ઘૂમ તો ચારે કોર છે પરંતુ સાથે સાથે અનેક સ્થળો પર લોકો ગરબાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે.

સુરત એરપોર્ટ પર સ્પાઈસ જેટની ટીમ દ્વારા ગરબા પરફોર્મન્સ :

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

આ વિડીયો માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સુરત એરપોર્ટ પર સ્ટાફ સહીત અનેક લોકો સરસ મજાના ટ્રેડીશનલ કપડા પહેરી ને ગરબે ઘૂમી રહ્યા છે. ગરબા તો આપે અનેક જગ્યા પર જોયા હશે પરંતુ સુરત માં આ વર્ષે ગરબા નો કઈક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ બાદ ગુજરાતીઓ ને ગરબે ઘૂમવાનો મોકો મળ્યો છે તેથીજ ખેલૈયાઓ આ વર્ષે કઈક અનોખા અંદાજ માં જોવા મળ્યા છે.