2024માં ભાજપનો રાષ્ટ્રીય વિકલ્પ બની હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પડકારવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ તથા ‘આપ’ને આજે જ એક મોટો ફટકો પડે તેવી ધારણા છે. ગઈકાલે ‘આપ’ના સીનીયર નેતા તથા સાંસદ સંજય સિંઘે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોને રૂા.20-20 કરોડની ઓફર કરવામાં આવી હતી. અમારી સરકારને તોડવાનો પ્રયત્ન થયો હતો તેવો આક્ષેપ કરાયા બાદ આજે દિલ્હીમાં ‘આપ’ના ધારાસભ્યોની 11 વાગ્યે મળનારી બેઠકમાં આ પક્ષના કેટલાક ધારાસભ્યો ‘ગુમ’ થયા હોવાના સંકેત છે. શ્રી કેજરીવાલે ભાજપના કોઈપણ પ્રકારના છટકામાં નહી ફસાવવા પક્ષના ધારાસભ્યોને કરેલી અપીલ બાદ દિલ્હીમાં આ બેઠક બોલાવી છે અને તે સમયે પક્ષના જ કેટલાક ધારાસભ્યો અચાનક જ બેઠક પુર્વે સંપર્કવિહોણા બન્યા હોવાનો દાવો થયો છે. જો કે તેને હજુ કોઈ સતાવાર સમર્થન નથી પરંતુ જો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર તૂટે તો કેજરીવાલના ગુજરાત મિશનને પણ મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના 30 થી 40 ધારાસભ્યો ભાજપના રડાર પર છે.
National : દિલ્હીમાં ‘આપ’ ની બેઠક પહેલા અનેક ધારાસભ્યો ગુમ !

Leave a Reply
View Comments