National : ભાજપના નેતા શાહનવાઝ હુસૈન પર બળાત્કારની ફરિયાદ દાખલ થશે, દિલ્હી હાઇકોર્ટે આપ્યો આદેશ

National : Rape complaint will be filed against BJP leader Shahnawaz Hussain, Delhi High Court ordered
Shahnavaz Hussain (File Image )

જાન્યુઆરી 2018માં દિલ્હીની મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરી અને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી. મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેના પર બળાત્કાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે હુસૈન વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી  ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવશે. હકીકતમાં, એક જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ છેલ્લો અને અંતિમ રિપોર્ટ નથી.

શું છે મામલો?

જાન્યુઆરી 2018માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી અને શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ તેમના પર આક્ષેપ લગાવ્યો હતો કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પહેલા પોલીસ દ્વારા નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. ટ્રાયલ કોર્ટે તેના નિર્ણયમાં પોલીસની દલીલને નકારી કાઢી હતી, કોર્ટે ટાંક્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તે બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા હતા. શાહનવાઝ હુસૈન પણ ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ હતા.