National : PM મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ, દરિયાકિનારાથી હટાવવામાં આવશે 1500 ટન કચરો

વરિષ્ઠ જાહેર હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓ, વિદ્યાર્થીઓ અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સમગ્ર ભારતના દરિયાકાંઠાની સફાઈ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર 2022 સુધીમાં દરિયાકિનારા પરથી 1,500 ટન કચરો દૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. યોગાનુયોગ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. આ દિવસને દેશમાં ‘સેવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ 75 દિવસના દરિયાકાંઠાની સફાઈ અભિયાનના પ્રથમ 20 દિવસમાં 200 ટનથી વધુ કચરો, મુખ્યત્વે સિંગલ-યુઝ પ્લાસ્ટિક, દરિયાકિનારા પરથી દૂર કરવામાં આવ્યો છે. 24 રાજ્યોમાંથી 52000 થી વધુ સ્વયંસેવકોએ ‘સ્વચ્છ સાગર, સલામત સાગર’ વિશે જાગૃતિ લાવવા માટે 5 જુલાઈ, 2022 ના રોજ શરૂ કરાયેલા 75 દિવસના અભિયાન માટે નોંધણી કરાવી છે. તે 17 સપ્ટેમ્બર 2022 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે’ પર સમાપ્ત થશે.

આ સ્વચ્છતા મિશનને વધુ વેગ આપવા માટે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રવિવારે એક સમર્પિત વેબસાઈટ લોન્ચ કરી. ડો. સિંઘે લોગો-વાસુકી, દેશના યુવાનોને સમર્પિત એક અભિયાન પણ લોન્ચ કર્યું, કારણ કે શાળાના વિદ્યાર્થીઓ દરિયાકાંઠા અને બીચ સફાઈ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા છે.

આ પ્રકારની અત્યાર સુધીની સૌથી લાંબી ઝુંબેશની પ્રગતિ વિશે માહિતી આપતાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ અભિયાન ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ પર આધારિત છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પુનરાવર્તન કરે છે.