સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. ટેબલ ટેનિસ મેચમાં ગુજરાતનું પ્રથમ પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે. નેશનલ ગેમ્સમાં મેન્સ ટેબલ ટેનિસની પ્રથમ મેચમાં ગુજરાતે હરિયાણાની ટીમને હરાવી હતી.
ટેબલ ટેનિસમાં ગુજરાતના ખેલાડીઓ ચમક્યા
સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની ટીમે હરિયાણાને 3-1થી હરાવ્યું હતું. હરમીત દેસાઈએ રાઉન્ડમાં હરિયાણાના સૌમ્યજીતને 3-1થી હરાવ્યો હતો. માનવ ઠક્કરે વેસ્લી રોઝારિયોને 3-0થી અને માનુષ શાહે ઝુબિન કુમારને 3-1થી હરાવ્યો હતો.
હરમીત દેસાઈ હોમ ગ્રાઉન્ડ પર રમ્યો હતો
ટેબલ ટેનિસ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર હરમીત દેસાઈ સુરતનો રહેવાસી છે. કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ સુરતને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. નેશનલ ગેમ્સમાં પણ હરમીત દેસાઈ સુરત શહેરમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરીને મેડલ જીતવાની આશા સેવી રહ્યો છે. સુરતીઓ પણ ઇચ્છે છે કે હરમીત તેના હોમ ગ્રાઉન્ડ પર પરફોર્મ કરીને ફરી એકવાર સુરતને ગૌરવ અપાવશે.
Leave a Reply
View Comments