IPL માં આ વિસ્ફોટક બેટ્સમેન રમતો હોય ત્યારે શાહરુખ ખાન ગભરાઈ જાય છે – ખેલાડીનું નામ જાણી ને વિશ્વાસ નહિ થાય…

surties

આઈપીએલ 2023 માટે યોજાનારી હરાજી માટે તૈયારીઓ પૂરજોશમાં છે. IPLની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવા જઈ રહી છે. તે જ સમયે, ચાહકો IPLની આગામી સિઝન અને તેમના ફેવરિટ સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી મેદાન પર જોવા માટે ઉત્સુક છે. ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આવી સ્થિતિમાં તે માત્ર IPLમાં જ મેદાન પર જોવા મળે છે. તે જ સમયે, IPLની ચર્ચાઓ વચ્ચે, બોલિવૂડ અભિનેતા અને કિંગ ખાન તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાને ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાહરૂખે કહ્યું કે જ્યારે ધોની બેટિંગ માટે આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે.

surties

તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. ધોની વિશ્વ ક્રિકેટમાં તેની શાનદાર કેપ્ટનશિપ, ઝડપી વિકેટકીપિંગ અને વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. સમગ્ર વિશ્વમાં ધોનીના કરોડો ચાહકો છે.

surties

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન શનિવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી #AskSRK ટ્રેન્ડ ચલાવીને ચાહકોના સવાલોના જવાબ આપી રહ્યો હતો. આ ટ્રેન્ડમાં એક સોશિયલ મીડિયા યુઝરે શાહરૂખને પૂછ્યું કે જ્યારે એમએસ ધોની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવે છે ત્યારે તમને કેવું લાગે છે? તેના આ ફેન્સનો જવાબ આપતા શાહરૂખે ફની જવાબ આપ્યો હશે. શાહરૂખ ખાને કહ્યું કે ‘હા હા ડરી જાઉં છે’.