શું ટીમ ઇન્ડિયામાં ધોનીની વાપસી? BCCIએ વિડીયો શેર કર્યો અને જણાવ્યું કે….

Surties

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારથી રમાશે. તમને જણાવી દઈએ કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર પણ રાંચીમાં છે. આ મેચના એક દિવસ પહેલા ધોની એ કંઈક એવું કર્યું કે તમામ ભારતીય ખેલાડી ચોંકી ગયા હતા.

ધોની JSCA સ્ટેડિયમમાં તમામ ખેલાડીઓ અને સ્ટાફને મળ્યો હતો. ધોની મેચના એક દિવસ પહેલા ભારતીય ખેલાડીઓને ચોંકાવી દીધા. કેટલાક ખેલાડીઓને બેટિંગ ટિપ્સ પણ આપી હતી અને બીસીસીઆઈએ તેનો વિડીયો શેર કર્યો છે.

આ મુલાકાત દરમિયાન ધોની ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સાથે હસતો અને મજાક કરતો જોવા મળે છે સાથે સાથે સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ ત્યાં જોવા મળ્યા હતા. આ પછી ધોની ટીમના નવા ખેલાડીઓ શિવમ માવી, રાહુલ ત્રિપાઠી અને જીતેશ શર્માને પણ મળ્યો હતો. ધોની ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટિપ્સ આપતો જોવા મળ્યો હતો.

ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી માટે ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ. ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર.