IPL | CSK – ધોની પોતાના ખાસ ખેલાડી ને બચાવી શક્યો નહિ…

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 ના મેદાન પર પહોંચવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. IPL ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ખેલાડીઓને ટિમમાં રાખવા અને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. તે પહેલા CSK એ જે ખેલાડીઓને ટિમમાં રાખવાના હતા અને જે ખેલાડીઓને છોડવાના હતા તેના પર પોતાની મહોર લગાવી દીધી છે.

ચેન્નાઈની ટીમે ડ્વેન બ્રાવો સહિત 8 ખેલાડીઓને બહાર કર્યા છે. તે જ સમયે, બાકીના ખેલાડીઓને IPLની 16મી સિઝન માટે ટિમમાં રાખવામાં આવ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓને જોઈને સ્પષ્ટ થાય છે કે આ ટીમ હવે આગળનું વિચારી રહી છે. આવા નિર્ણયો સમયાંતરે CSKની માંગ હતી. IPL 2023ની મીની હરાજીમાં, ચેન્નાઈની ટીમનું સંપૂર્ણ ધ્યાન હવે તે ખેલાડીઓ પર બિડ કરવા પર રહેશે, જેઓ તેમના સ્કેલ પર ફિટ થશે અને ટીમની તાકાત પહેલાની જેમ જાળવી રાખશે.

: CSK દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ :
ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન, એન જદગીશન, હરિ નિશાંત, કે ભગત વર્મા, કેએમ આસિફ, રોબિન ઉથપ્પા.