સાગરિકા ચક્રવર્તી ની ઓટોબાયોગ્રાફી ધ જર્ની ઓફ એ મધર પર થી એડોપ્ટેડ આશિમા છિબર દિગ્દર્શિત અને રાની મુખર્જી અભિનીત આ ફિલ્મ સાગરિકા ના જ માતા તરીકેના જીવન ના સંઘર્ષ ઉપર આધારિત છે.
નોર્વે દેશમાં સેટલ થયેલું ફેમિલી ત્યાંના બાળકોને ઉછેરવાના વેલ્ફેર ના કહેવાતા નિયમોમાં પાસ થઇ શકતું નથી અને મિસિસ ચેટર્જી નો દીકરો અને દીકરી તેમની પાસે થી ઉછેરના બહાના ના અભાવે રીતસરના છીનવી લેવામાં આવે છે.સિટિઝનશીપ માં રચેલા પચેલા પતિ અને નોર્વે ના અટપટા કાયદા સામે એક બંગાળણ મહિલા માતા તરીકે બાથ ભીડે છે.આ આખો સંઘર્ષ રાની એ લગભગ સત્ય લાગે એવો સહજ રીતે ભજવ્યો છે.
ફિલ્મ ઈમોશનલ છે.એક માતા ની બાળકો ને પાછા મેળવવાની જંગ છે. એ જંગમાં બધા ની સામે તે એકલી લડે છે, કરગરે છે, કરગરે છે અને કાયદાકીય અને બિનકાયદાકીય કોઈ પણ રસ્તે, કોઈપણ ભોગે પોતાના બંને બાળકોને પાછા મેળવવા માટે સંઘર્ષ કરે છે.
રાની માટે આ બ્લેક, મર્દાની અને હિચકી પછી કરિયર બેસ્ટ રોલ છે. બેસ્ટ એક્ટ્રેસ ફોર ક્રિટીક કે પછી નેશનલ એવોર્ડ મેળવી જાય તો પણ નવાઈ નહીં.
ફિલ્મ ની વાર્તા એક લીટીની છે. ફિલ્મ ૨ કલાક ૧૩ મિનિટ ની છે પણ તેની માવજત સારી છે. છેલ્લી ૨૦ મિનિટ અને તેના કોર્ટરૂમ સીન્સ અને રાની નો અભિનય આપણને નિરાશ જરાય નથી કરતા પણ ફિલ્મનો વિષય મસાલા થી ભરપૂર નથી. પારિવારિક ઓડિયન્સ કે મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ ના લિમિટેડ વર્ગ સિવાય બધાને આકર્ષે એવી શક્યતાઓ બહુ દેખાતી નથી.
બાકી રોમાંચ અને થ્રિલ થી ભરપૂર મેગા બજેટ મૂવીઝના એરામાં આ ઈમોશનલ જર્ની ઉપડશે એવું બહુ દેખાતું નથી. બાકી આપ જ જુઓ અને નક્કી કરો કે એક મા નો સંઘર્ષ અને તેને સાકાર કરતી રાની મુખર્જી તમારા ઈમોશનલ ક્વોટન્ટ ને અડકે છે કે પછી નિરાશ કરે છે. Review by : સત્યેન નાયક ❤️ સે
Leave a Reply
View Comments