જવાન ફિલ્મમાં એવું તો શું છે કે દરેક થિયેટર ફૂલ થઈ રહ્યા છે, આ 5 મુદ્દા વાંચીને જ ફિલ્મ જોવા જજો

જવાન – SRK દ્વારા મળેલી દશકાની સૌથી મોટી એન્ટરટેઈનર ફિલ્મ. શાહરુખ ખાન માટે એવું ૧૦૦% કહી શકાય કે સમય અને માર્કેટ પ્રમાણે પ્રેક્ષકોની નાડ પારખીને તે પ્રમાણે ની ફિલ્મ પીરસવામાં તે માહીર છે અને એટલે જ સફળ પણ છે.૯૦ ના દશકામાં જયારે એક્શનપેક્ડ ફિલ્મ્સ ધમાલ મચાવતી ત્યારે DDLJ અને દિલ તો પાગલ હે કે આગળ જતા કુછ કુછ હોતા હે જેવી ફિલ્મ્સ આપીને તે રોમાન્સ નો કિંગ બની ગયેલો.એવું નથી કે તેણે નિષ્ફ્ળતા જોઈ જ નથી.ઉલ્ટાનું નિષ્ફ્ળતામાંથી શીખીને આગળ ભૂલ સુધારીને માર્કેટ એનકેશ કઇરીતે કરવું એ એનાલિસિસ શાહરુખ સિવાય કોઈ ન કરી શકે.

ફિલ્મી સફર ના બીજા પડાવમાં એટલે કે ૫૦ પછી તેણે ઝીરો અને જબ હેરી મેટ સેજલ કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે શાહરુખ નો આ ધ એન્ડ છે.હવે દર્શકો તેને હીરો તરીકે એક્સેપટ જ નથી કરવાના.ઉપર થી આર્યનખાન પર થયેલા ડ્રગ્સ કેસ પછી તો તેના માથે લગભગ અધધધ માછલાં ધોવાયાં. પણ શાહરૂખે જવાબ આપવાને બદલે પોતાની કોર ટીમને કામે લગાડી.પોતાની ખામીઓ અને હાલના માર્કેટ પર સઘન મનોમંથન કર્યું અને ત્યારે તેણે ૩ ફિલ્મો સાઈન કરી.જેમાંની પહેલી પઠાણ આજે ભારતીય સિનેમાની બિગેસ્ટ બ્લોકબસ્ટર છે (૫૨૪ કરોડ ઇન્ડિયા બિઝનેસ) બીજી જે મુવી આજે રિલીઝ થઇ એ જવાન અને ત્રીજી ડિસેમ્બરમાં લગભગ રિલીઝ થશે એ રાજુ હિરાનીની ડંકી.
જયારે રાજેશ ખન્ના સુપર સ્ટારડમ ભોગવતા હતા ત્યારે રોમાન્ટિક રોલ્સના એ રાજા હતા.તેઓ ઇમેજ ની વિરુદ્ધ ના રોલ્સ કરવામાં ફેંકાઈ ગયા અને સાથે તેમને અહમ પણ નડી ગયો.બીજા સુપર સ્ટાર હતા અમિતાભ બચ્ચન જેમણે એક્શન ફિલ્મ્સ માં એન્ગ્રી યંગ મેન ની વ્યાખ્યા ઉભી કરી. તેઓ એ ભ્રમ માં ફેંકાયા કે ૫૦ ની ઉંમર પછી પણ લોકો તેમને શિલ્પા શેટ્ટી સાથે રોમાન્સ કરતા એક્સેપટ કરશે (લાલ બાદશાહ) એમાં કોઈ ૨ મત નથી કે તેમનું કમબેક તેમના જીવન ની સૌથી મોટી સફળતા છે કારણકે તેમણે પણ ઉંમર દેખાવ અને સમય અનુસાર બદલવાનું પસંદ કર્યું.

surties
શાહરુખ ખાને જવાન ની રિલીઝ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મને સુહાના અને આર્યને કહ્યું કે પપ્પા તમે અબરામ ને મજા પડે એવી જ ફિલ્મ્સ કરો એટલે જયારે એટલી જવાન ની સ્ક્રીપટ લઈને ગયા ત્યારે તેમણે એટલું જ પૂછ્યું કે શું ફિલ્મ લાર્જર ધેન લાઈફ છે?શું તેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના મેગા એક્શન સીન્સ છે?શું સાઉથ અને નોર્થ બંને નો તડકો છે? અને શું મારો રોલ સમય ની જરૂરિયાત પ્રમાણે છે?અને પછી બની જવાન.

આ ફિલ્મ ૧૦ માં થી ૧૦૦ માર્ક્સ લાવે એવી માસ એન્ટરટેઈનર છે.શાહરુખ ૫૭ વર્ષે શોભે એવા રોલ માં છે.કોઈ નબળા VFX નથી.સ્ટોરી દમદાર છે.ગીતો 70mm પર શોભા વધારે એવા છે.એક્શન અલગ લેવલ પર છે અને સૌથી મુદ્દા ની વાત કે શાહરુખ એમાં SRK જેવો નહિ પણ ફિલ્મના પાત્ર વિક્રમ રાઠોડ જેવો જ દેખાય છે.કોઈ અતિરેક નહિ.કોઈ ઓવર એક્ટિંગ નહિ.એટલી જેવા ધુરંધર ડિરેક્ટરે આપણને એવો જ શાહરુખ પીરસો છે કે પરિવારના સહુ ને એના પર બસ મોહી જવાનું મન થાય.સીટીઓ વાગે એવા ડાયલોગ્સ અને તાળીઓ પડે એવા ગૂઝબમ્પ્સ વધારતા સીન્સ આખી ૩ કલાક ની ફિલ્મની જાન છે.

Surties

આ ફિલ્મ પહેલા દિવસે ૭૫ કરોડ કલેક્શન કરે તેવા અણસાર છે અને કેમ ન કરે કારણકે ફિલ્મ બની પણ એટલી જ દમદાર છે.હિન્દી સિનેમામાં પ્રાણ પઠાણે ફૂક્યા અને જવાન તેની ટોર્ચ લાઈટ બનશે. સૌથી મોટી અને છેલ્લી વાત,તમને શાહરુખ ન પણ ગમતો હોય તો પણ આ ફિલ્મ ૧૦૦% જોજો કારણકે તેણે અને એટલી એ બધ્ધાને જ મજા પડે એટલી બારીકી થી કામ કર્યું છે. સાઉથમાં રજનીકાંત હોય કે થેલાપથી વિજય,નોર્થમાં રાજેશ ખન્ના હોય કે સલમાન ખાન આ બધા જ ઇમેજ થી વિરુદ્ધ કામ કરવામાં ભેરવાયા છે ક્યાં તો ક્રિયેટિવિટી અને દર્શકો ને શું જોઈએ છે એ સમજવામાં કાચા છે. SRK અને રેડ ચિલીસ ની આખી ટીમ આ જ બાબતમાં બાજી મારી ગઈ છે.તમે રોમાન્સ ના કિંગ તરીકે 90s માં જેને અપનાવેલો એ શાહરુખ આજે ૨૦૨૩ માં એક્શન ઝોનર નો મેગા સ્ટાર બની ગયો છે.આ કમાલ છે જયારે વ્યક્તિ નમ્ર બનીને ફક્ત કામ પર ફોકસ કરીને કોન્ટ્રોવર્સી માં પડ્યા વગર શ્રેષ્ઠ માણસો જોડે હાથ મળાવીને દર્શકોને એ આપે જે તેઓ જોવા માંગે છે અને તે પણ અંજાવી દે એ હદે. આવનારા ૪ અઠવાડિયા ફક્ત જવાન ને નામ.અધધધ રેકોર્ડ્સ તૂટતાં જોવામાટે તૈયાર રહો પછી ભલે તમે SRK ના ફેન હોવ કે હેટર.
Review by : સત્યેન નાયક દિલસે..