બોક્સઓફિસ પર હાલ કાંતારા ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને દિગ્ગજ કલાકારોની ફિલ્મો ને પછાડતી જોવા મળી છે. 25 ઓકટોબર દિવાળીના દિવસે રિલીઝ થયેલ ફિલ્મ રામસેતુ અને થેન્ક ગોડ બોક્સ ઓફિસ પર તેનો કમાલ બતાવવામાં ક્યાંક ને ક્યાંક નબળી સાબિત થઈ હોઈ તેવું દર્શકોના હવે ભાવ પર થી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
જો વાત કરીયે અક્ષય કુમાર ની ફિલ્મ રામ સેતુ ની તો વર્ષે અક્ષય કુમારની રિલીઝ થયેલી ચોથી ફિલ્મ છે. રામ સેતુ ફિલ્મ ફ્લોપ થતી દેખાઈ રહી છે અને તેની કમાણી પણ ધીમે ધીમે ઘટી રહી છે. મીડિયા રિપોટ ની માનીયે તો આ ફિલ્મ એ બુધવારે ફિલ્મે 2.20 કરોડ રૂપિયાની કમાણી કરી અને મંગળવારે 2.85 કરોડની. ફિલ્મની કુલ કમાણી 64.05 કરોડ રૂપિયા થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જો વાત કરીયે કાંતારા ફિલ્મની તો રિષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને લિખિત આ કન્નડ ફિલ્મ નું રિલીઝ થયાનું પાંચમું અઠવાડિયું ચાલી રહ્યું છે અને તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. મળતી માહિતી મુજબ 33માં દિવસે ‘કાંતારા’એ 3.75 કરોડ રૂપિયાની કમાણી કરી અને ફિલ્મનું કુલ કલેક્શન 245.73 કરોડ રૂપિયા થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
જો વાત કરીયે થેન્ક ગોડ ફિલ્મ ની તો આ ફિલ્મ પણ એક સારી કામની કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે. અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત આ ફિલ્મ અત્યાર સુધી અંદાજિત 33.66 કરોડનું જ કલેક્શન કરી શકી છે. લગભગ 75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બુધવારે 1.25 કરોડનું કલેક્શન કર્યું હતું.
Leave a Reply
View Comments