અરે…વાહ…દિપીકા બનવાની છે માતા, જુઓ કેવો ફોટો મૂકી ફેન્સને આપી ખુશખબર…

Surties

મનોરંજન ક્ષેત્રે થી ફરી એક વાર સારા સમાચાર સામે આવ્યા છે. ધારાવાહિક ‘સસુરાલ સિમર કા’થી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી દિપીકા કક્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી આ અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી, પરંતુ તેણે મૌન સેવ્યું હતું.

Surties

હવે પતિ પત્ની બંને એ ઓફિશ્યલ જાહેરાત કરી દીધી છે કે તેઓ માતા પિતા બનવાના છે. પતિ શોએબ ઈબ્રાહિમે દિપીકા કક્કર સાથેની એક સુંદર તસવીર શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. તસવીરમાં બંનેએ કેપ પહેરેલી છે અને કેપ પર Mom to be અને Dad લખેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. તસવીરમાં બંને પાછળથી પોઝ આપી રહ્યાં છે અને એકબીજાનો હાથ પકડી રાખ્યો છે, સાથએ કેપ પહેરી છે.

તમને જણાવી દઈએ કે દિપીકા અને શોએબના લગ્નને પાંચ વર્ષ થયા છે. આ પોસ્ટ શેર કર્યા બાદ તેમના ફેન્સ સતત કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.અભિનેત્રીની પ્રેગ્નન્સી વિશે ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી હતી, તેમ છતાં આ કપલે આખરે સત્તાવાર જાહેરાત કરી છે.