સુરત અને સુરત વાસીઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા હોઈ છે અને આ વાતના અઢળક ઉદાહરણ આપણને ભૂતકાળમાં જોવા મળ્યા છે એન એજ વાત ને સુરતના એક નામચીન ઉદ્યોગપતિ એ આગળ ધપાવી છે .
મોરબી માં હચમચાવી નાખે તેવી હોનારતના ધ્રુજાવી દે તેવા દ્રશ્યો આપડે સૌ એ જોયા. આ ઘટનામાં કેટલાય લોકો એ એક જ પળ માં પોતાના પરિવાર ને ગુમાવી દીધા અને કેટલાય બાળકો એ પોતાના માતાપિતાના એ ગુમાવી દીધા છે. આ તમામ બાળકો ના હિત માટે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાએ એક મોટી જાહેરાત કરી છે.
- જુઓ શું જાહેરાત કરી…
View this post on Instagram
આ કરુણ ઘટના માં જે પણ બાળકો નિરાધાર થયા હોય તેવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે તેવું તેમણે જણાવ્યું. બાળકો જ્યાં સુધી પોતાના પગભર ન થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી શાંતાબા ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ધામ ઉપાડશે તેવું ઉદ્યોગપતિ વસંત ગજેરા એ જણાવ્યું છે. વધુમાં વસંત ગજેરાએ જણાવ્યું કે અમે તે તમામ બાળકો ને માતા-પિતા નો પ્રેમ આપીશું.
Leave a Reply
View Comments