મોરબી દુર્ઘટના – ઝૂલતો બ્રિજ તૂટવાના LIVE સીસીટીવી ફૂટેજ, 30 સેકન્ડ ના ભયાનક દ્રશ્યો સામે આવ્યા

Surties - Surat News

તા. 30 ઓક્ટોબર 2022 અને રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોનો જીવ ભરખી ગઈ. ખિલખિલાટ અને કિલકારીઓ અચાનક જ ચીસાચીસ માં તબદીલ થઈ ગઈ કેટલાક લોકો નદી માં પાડવા લાગ્યા તો કેટલાક લોકો પુલ પર લટકી રહ્યા. સીસીટીવી ફૂટેજ મુજબ રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. મળતી માહિતી મુજબ અત્યારે હાલ મૃત્યુઆંક 190 હોવાનું સામે આવ્યું છે, હજુ પણ શોધખોળ શરુ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધારવામાં આવ્યું છે.

મોરબી પુલ તૂટવાની દુર્ઘટના પહેલાના CCTV ફૂટેજ