ગાડીના ટાયર માં ફસાયો વાંદરો, નરમ દિલ વાળા લોકો એ વિડીયો ન જોવો…

Surties - Surat News

સોશિયલ મીડિયામાં અવાર નવાર ચોંકાવનારા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. કેટલાક વિડીયો એવા પણ વાયરલ થતા હોઈ છે કે જેને જોઈ ને આપણું હૃદય કંપી ઉઠે. હાલમાં જ એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે કે જેમાં એક માસુમ વાંદરો બાઈકના આગળના પૈડામાં આવી જાય છે અને ફસાઈ જાય છે.

મળતી માહિતી અનુસાર આ વિડીયો ઉત્તરપ્રદેશના બારાબંકીનો હોવાનું સામે આવ્યું છે. માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ ઘટનામાં બાઇકસવાર અને વાંદરો બંને સુરક્ષિત છે અને બીજી તરફ કેટલાક લોકો આશ્ચર્ય માં મુકાયા છે કે બાઇકના પૈડામાં વાંદરો કેવી રીતે ફસાઈ ગયો? આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાની અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.