શહેરમાં પાંચ અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરાયા

Mobiles were stolen from five different areas in the city
Mobiles were stolen from five different areas in the city

શહેરમાં મોબાઈલ સ્નેચરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. ત્યારે ગતરોજ પણ એક જ દિવસમાં એક મોબાઈલ સ્નેચિંગ અને ચાર મોબાઈલ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વરાછામાં એક મેડિકલના વેપારીના હાથમાંથી મોબાઈલ ખેંચાયો હતો. જયારે ખટોદરામાં એક અને અડાજણમાં ત્રણ મોબાઈલ ચોરી થયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
બનાવની વિગત એવી છે કે વરાછા મિનીબજાર સેન્ટર પાર્કમાં રહેતા નિકુંજ સૂરેશભાઈ અવૈયા મેડીકલ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ તેઓ વરાછા મીનીબજાર સેન્ટર પાર્ક,પટેલ સમાજની વાડી પાસે જાહેર રોડ ઉપર ઉભા હતા. આ સમયે બાઈક ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ તેના હાથમાંથી રૂપિયા ૨૦ હજારનો મોબાઈલ ખેંચી ફરાર થઇ ગયા હતા. જેથી આખરે નિકુંજે વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ સ્નેચીંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.

બીજા બનાવમાં રામજીભાઇ કાળાભાઇ મકવાણા (રહે. બ્લોક નંબર ૨૨૦ રૂમ નંબર ૧૬૮૪ એલ.આઇ.ગી. ૪૩૨ સંતોશનગર પાણીની ટાંકી પાસે પાડેંસરા) એ ખટોદરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગતરોજ નવી સીવીલ હોસ્પિટલ ગેટ નંબર ૧ ની સામે આવેલ જાહેર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ તેની નજર ચૂકવી તેનો ૧૨ હજારનો મોબાઈલ ચોરી ફરાર થઇ ગયો હતો.
અડાજણમાં ભુમી કોમ્પ્લેક્ષ સામે શિવાની પાર્કમાં રહેતા રાકેશભાઇ સતીષચંદ્ર ચુડાવાલા એ ગતરોજ અડાજણમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગતરોજ રાત્રીના સમયગાળા દરમિયાન અજાણયા ચોર ઈસમે તેમના ફ્લેટ નં.બી/૧૦૩ના ખુલ્લી ગેલેરી માંથી રૂપિયા ૧૦ હજારનો મોબાઈલ ચોરી ફરાર થઇ ગયો છે. આ ઉપરાંત ભુમી કોમ્પલેક્ષની સામે હેતાર્થ સમર્થ વીલા રો હાઉસમાં રહેતા કરણ મુન્નાલાલ કુમાર એ ફરિયાદ નોંધાવી હતી કે રાત્રી સમયે તેના ઘરની ખુલ્લી ગેલેરીમાંથી અજાણ્યો ઈસમ મોબાઈલ ચોરી ફરાર થઇ ગયો છે. આ ઉપરાંત અડાજણમાં શ્રી ધર કોમ્પ્લેક્ષ પાછળ પારસ નગર સોસાયટીમાં રહેતા સાગર દિનેશકુમાર શાહુ એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનું ઘર રાત્રીના સમયે બંધ હતું. ત્યારે કોઈ ઈસમે ઘરમાંથી ૧૦ હજારનો મોબાઈલ ચોરી ફરાર થઇ ગયો હતો.