અદાકારા એ 63 વર્ષની ઉંમરે પહેર્યો મીની ડ્રેસ, વાયરલ વિડીયોએ મચાવી દીધી હંગામો

surties

બોલિવૂડમાં પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર અવારનવાર બોલ્ડ સ્ટાઈલ જોવા મળે છે. નીના ગુપ્તા 63 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને સિનેમેટોગ્રાફીમાં ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે.

હાલમાં જ નીના ગુપ્તાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં નીના ગુપ્તાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. નીના ગુપ્તાનો આ વિડીયો જોયા બાદ ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી.

વાસ્તવમાં, નીના ગુપ્તા વિડીયોમાં કાળા રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. વિડીયો શેર કરતી વખતે, નીના ગુપ્તાએ કહ્યું, ‘આવો ડ્રેસ પહેરવો એ ખૂબ જ હિંમતનું કામ છે… કરી બતાવ્યું!’ આ શોર્ટ ડ્રેસ નીના ગુપ્તા પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને આ ડ્રેસમાં તે જે રીતે આત્મવિશ્વાસ સાથે ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

નીના ગુપ્તાનો આ વિડીયો જોઈને અનેક લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે નીના ગુપ્તાએ તેના લુક સાથે પ્રયોગ કર્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત આવા પ્રયોગો કરી ચુકી છે.

નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા ફેશન ડિઝાઈનર છે અને નીના ઘણીવાર તેની પુત્રી દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેરે છે. નીના ગુપ્તા 2022માં ‘ગુડબાય’, ‘ઊંચાઈ’ અને ‘વધ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. નીના ગુપ્તાએ ફિલ્મ ‘ગુડબાય’માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી હતી.